જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ કલ્યાણપુર-લાલપુર-વડત્રા-દ્વારકા-ખંભાળિયા ડીવીઝનના વિસ્તારોમાં 30 ટીમો દ્વારા 258 જોડાણો તપાસતા તે પૈકીના 69 મા ગેરરીતિ ઝડપાતા રૂા.18.90 લાખના બીલ ફટકારવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ બુધવારે જામજોધપુર, કલ્યાણપુર, લાલપુર, વડત્રા, ખંભાળિયા ડીવીઝનના વિસ્તારોમાં પીજીવીસીએલની 30 ટીમો દ્વારા 15 એસઆરપી અને 15 લોકલ પોલીસ સાથેના બંદોબસ્ત વચ્ચે કુલ 258 જોડાણો તપાસવામાં આવ્યાં હતાં તે પૈકીના 69 માં ગેરરીતિ મળી આવતા પીજીવીસીએલની ટીમો દ્વારા રૂા.18.90 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના ચેકિંગથી વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.