ઉના નગરપાલિકા ખાતે અને ચેમ્બર ઓફ કોમર્સ તથા વેપારી મંડળોની એક મહત્વની મિટિંગ મળી હતી. ઉનામાં કોરોનાના કેસો વધતાં સાવચેતીના પગલાં લેવા ચર્ચા કરવામાં આવી હતી. ઉના ચૅમ્બર તથા વિવિધ વેપારી મંડળો દ્વારા આવતા મંગળવારથી રવિવાર સુધી સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના આ દિવસોમાં માત્ર દવા અને દૂધની દુકાનો ખુલ્લી રહેશે. દૂધનું વેચાણ કરતાં વેપારીઓ સવારે 5 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી તેમજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પોતાનો વેપાર શરૂ રાખશે.આ દિવસો દરમ્યાન હોસ્પિટલ, લેબોરેટરી જેવી સેવાઓ ચાલુ રહશે. આ સિવાય શાકભાજી સહિતના તમામ વેપાર ધંધા બંધ રહેશે. છ દિવસના આ લોકડાઉનમાં કોરોનાની ચેઇન તોડવા મહદ્દ અંશે ઉપયોગી બનશે તેવું માનવમાં આવી રહ્યું છે.