Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાતકોરોનામાં અવસાન પામેલ પોલીસકર્મીઓના પરિવારજનો માટે રોકડ સહાયની જાહેરાત

કોરોનામાં અવસાન પામેલ પોલીસકર્મીઓના પરિવારજનો માટે રોકડ સહાયની જાહેરાત

- Advertisement -

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પરિણામે કેટલાય ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાતમાં 99 પોલીસકર્મીઓના પણ કોરોનામાં મૃત્યુ થયા છે. આ પોલીસકર્મીઓના પરિવારજનોને રોકડ સહાય આપવાનો ગુજરાત સરકાર દ્રારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ  પોલીસકર્મીના પરિવારજનોને રૂ.33 લાખથી વધારેની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

 ગુજરાત પોલીસના 99 કર્મચારીઓના કોરોનાને કારણે નિધન થયા છે. જેમાં કોન્સ્ટેબલથી લઈને ડીઆઇજી સુધીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજ્યના DIGએ ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા કર્મચારી મળવા પાત્ર લાભો સંદર્ભે મંગળવાર,8 જૂને જિલ્લા તંત્રને પત્ર લખ્યો હતો. જેમાં 33.50 લાખથી વધારે રોકડ સહાય આપવાનો ઉલ્લેખ કરાયો છે. DIG બ્રિજેશ કુમાર ઝાનીની સહીથી તમામ રેન્જ, પોલીસ કમિશનરેટ અને વિવિધ એકમોના વડાઓને લખેલા પત્રમાં કોરોનાતી મૃત્યુ પામેલા કર્મચારી-અધિકારીઓના કિસ્સામાં સહાય મોકલવા જણાવવામાં આવ્યું છે.જે પ્રમાણે, બંધુત્વ સહાય, રૂ. 50 હજારની મરણોત્તર સહાય, પેન્શન પેપર્સ, જૂથ વીમો, રજાનું રોકડમાં રૂપાંતર, એક તરફી વતન પ્રવાસ ભથ્થુ અને કોરોના વોરિયર્સ તરીકે કોવિડ-19 અંતર્ગત રૂપિયા 25 લાખની સહાય મળવાપાત્ર છે. 


અવસાન પામેલ પોલીસકર્મી વર્ગ-3ના હશે તો 8 લાખની ઉચ્ચ નાણાંકીય સહાય પણ મળશે. ડીઆઇજીએ જે તે જિલ્લા-મહાનગર અને એસઆરીપી ગ્રૂપ સહિતના એકમોમાં કોરોના વોરિયર્સ તરીકે કોરોનાથી મૃત્યુ પામેલા પોલીસ અધિકારી-કર્મચારીઓના પરિવારજનોને ઉપરોક્ત લાફો સત્વરે ચુકવાય તેના માટે અગ્રીમતા આપવા જણાવ્યું છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular