Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરઅષાઢી બીજ નિમિત્તે ઇસ્કોન મંદિરમાં જગન્નાથજીનો અન્નકોટ ઉત્સવ દર્શન યોજાશે

અષાઢી બીજ નિમિત્તે ઇસ્કોન મંદિરમાં જગન્નાથજીનો અન્નકોટ ઉત્સવ દર્શન યોજાશે

આગામી તા. 12ને સોમવારે અષાઢી બીજ પર્વ નિમિત્તે જામનગરના રાજકોટ હાઇવે, ધુંવાવ રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા-અન્નકોટ ઉત્સવના દર્શન યોજાશે.

હાલ કોરોના મહામારીને ધ્યાને લઇને ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે દર્શન યોજાશે. જામનગરના ઇસ્કોન મંદિરમાં તા. 12ના દિને સવારે 4:30 વાગ્યે મંગળા આરતી દર્શન સવારે 8 વાગ્યે, વિશેષ શ્રૃંગાર દર્શન સવારે 11 વાગ્યે સવારે 11:30 વાગ્યે છપ્પનભોગ દર્શન થશે. તેમજ યૂ-ટયૂબ અને ફેસબુકમાં લાઇવ કાર્યક્રમ માણી શકાશે. તેમ ઇસ્કોન મંદિર, જામનગરના પ્રમુખ મુરલીદાસ પ્રભુ મો. 94289 01896એ કૃષ્ણભક્તોને દર્શનનો લાભ લેવા જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular