Friday, December 5, 2025
Homeરાજ્યહાલારએકલવાયા જીવનથી વ્યથિત દેવપરાના અપરિણીત વૃધ્ધની આત્મહત્યા

એકલવાયા જીવનથી વ્યથિત દેવપરાના અપરિણીત વૃધ્ધની આત્મહત્યા

દેવપરા ગામમાં એકલા રહેતાં વૃદ્ધ જિંદગીથી કંટાળ્યા : ઝાડમાં નાળા વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

ખંભાળિયા તાલુકાના મીઠાપુર ગામના વૃદ્ધએ એકલવાયા જીવનથી કંટાળીને ગળેફાંસો ખાઇ મોતને મીઠું કર્યું હતું. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આત્મહત્યાના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના દેવપરા ગામે રહેતા બાપુડીયાભા જીવણભા માણેક નામના 65 વર્ષના વૃદ્ધના લગ્ન થયા ન હતા અને તેઓ એકલવાયું જીવન જીવતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે જિંદગીથી કંટાળીને ગઈકાલે ગુરુવારે સાંજના સમયે પોતાના ઘરના ફળિયામાં આવેલા ઝાડમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. બનાવ અંગેની આલાભા માણેક દ્વારા જાણ કરાતા મીઠાપુર પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular