Friday, December 27, 2024
Homeરાજ્યજાંબુડા નજીક કારે ઠોકર મારતા રીક્ષામાં સવાર વૃધ્ધાનું મોત

જાંબુડા નજીક કારે ઠોકર મારતા રીક્ષામાં સવાર વૃધ્ધાનું મોત

બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઈજા : પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના જાંબુડા રોડ પરથી પસાર થતી રીક્ષાને પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારના ચાલકે ઠોકર મારતા અકસ્માતમાં વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાઓ સહિત ચાર વ્યકિતઓને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા-જોડિયા માર્ગ પરથી પસાર થતી જીજે-10-ટીડબલ્યુ-5319 નંબરની પેસેન્જર રીક્ષાને પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-ડીએ-9983 નંબરની કારના ચાલકે રીક્ષાને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં બેસેલા સાહિલ કકલ નામના રીક્ષાચાલક સહિત એમણાબેન, કરીમાબેન અને હુશેનભાઈ નામના ચાર વ્યકિતઓને ઈજા પહોંચી હતી. જ્યારે સરીફાબેન મુસાભાઈ સોઢા (ઉ.વ.62) નામના વૃધ્ધાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું. અકસ્માતના બનાવમાં ઈન્ચાર્જ પીઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે રીક્ષાચાલક સાહિલના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular