જામનગર તાલુકાના દરેડ ગામ નજીક લાલપુર રોડ પર આવેલી ગૌશાળા પાસે આજે વહેલીસવારે પૂરઝડપે આવતા ટ્રેલરચાલકે વૃદ્ધાને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં લાલપુર રોડ પર આવેલી ગૌશાળા નજીક વહેલીસવારે પૂરઝડપે બેફીકરાઈથી પસાર થતા જીજે-12-બીવી-9759 નંબરના ટ્રેલર ચાલકે માર્ગ પરથી પસાર થતા વૃદ્ધાને હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા અને ટ્રેલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આજુબાજુમાં વૃધ્ધાની ઓળખ માટે પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ ઓળખ ન મળતા આગળની કાર્યવાહી આરંભી હતી.