કાલાવડ તાલુકાના નિકાવા ગામના રહેતા વૃધ્ધની તેના ઘરે તબિયત લથડતાં રાજકોટની ખાનગી હોસ્પિટલના સારવાર માટે ખસેડવામાં આવતા જયાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા કાનજીભાઇ સવજીભાઇ ગમઢા (ઉ.વર્ષ 60) નામના વૃધ્ધની તબિયત લથડતાં મંગળવારે તેના ઘરે તબિયત લથડતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું બુધવારે સારવાર દરમ્યાન શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વૃધ્ધના પુત્ર મૌલિક દ્વારા જાણ કરાતાં હે.કો. જી.આઇ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.