Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારદ્વારકાના વરવાળામાંથી ગાંજાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયો

દ્વારકાના વરવાળામાંથી ગાંજાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયો

એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી

દ્વારકા પંથકમાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયા તથા જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાદમીના આધારે દ્વારકાથી આશરે છ કિલોમીટર દૂર વરવાળા ગામે રહેતા અરુણ ગોવિંદ પ્રસાદ સૂરજમલ અગ્રવાલ નામના 62 વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

- Advertisement -

આ સ્થળેથી પોલીસને 224 ગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાંપડ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 2,240 ની કિંમતના ગાંજા સાથે અરુણ ગોવિંદ પ્રસાદ અગ્રવાલની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular