દેવભૂમિ દ્વારકાના જગતમંદિર દ્વારકાધીશના દર્શનાર્થે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં હજારો ભક્તો ઉમટી પડ્યા છે. નાતાલના મિની વેકેશનના કારણે દેશ-વિદેશથી આવેલા ભક્તોની મોટી સંખ્યાથી મંદિર પરિસર માનવ મહેરામણથી છલકાયું હતું.
“જય દ્વારકાધીશ, જય જયકાર”ના ગગનભેદી નાદ સાથે ભગવાન દ્વારકાધીશનો દરબાર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં દરેક ભક્ત દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા આતુર જોવા મળ્યો
View this post on Instagram


