Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસોશ્યલ મિડીયામાં અફવાઓનો વિસ્ફોટ

સોશ્યલ મિડીયામાં અફવાઓનો વિસ્ફોટ

ડરેલા લોકોને વધુ ડરાવવા વોટ્સએપ યુનિવર્સિટીના ‘અળવિતરા’ છાત્રો સક્રિય

- Advertisement -

કોરોનાના વિસ્ફોટ સાથે સોશ્યલ મિડીયામાં અફવાઓનો પણ વિસ્ફોટ થયો છે. મુશ્કેલી અને ભયનો માહોલ સર્જાતા જ વોટ્સએપ યુનિવર્સિટીના ‘અળવિતરા’ છાત્રો સક્રિય થઇ ગયાં છે. ડરેલાં લોકોને વધુ ડરાવવા અને જાતજાતની અને ભાતભાતની અફવાઓને વેગ આપી ડરામણી સ્થિતિનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા લાગ્યા છે. આ પ્રકારનો વિકૃત અને પિશાચી આનંદ મેળવનારા આવા તત્વોથી સાવધાન રહેવાની ખાસ આવશ્કતા ઉભી થઇ છે.

- Advertisement -

દેશમાં જયારે જયારે પણ મુશ્કેલી અને આફતની પરિસ્થિતિ નિર્માણ પામે છે. ત્યારે કેટલાંક તકસાધુઓ આ પરિસ્થિતિનો લાભ લઇ લોકોને ગેરમાર્ગે દોરવાનું અભિયાન જોરશોરથી શરૂ કરી દે છે. કોઇપણ પ્રકારના ધડમાથાં વગરની વાતો અને ફેકટ સોશ્યલ મિડીયામાં વહેતા કરીને સામાન્ય લોકોને પેનિકમાં નાખવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. જામનગર સહિત સમગ્ર દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાનું સંક્રમણે માઝા મૂકતાં સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ફરીથી ધમધમવા લાગ્યું છે. ખાસ કરીને વોટ્સએપ યુનિવર્સિટીના છાત્રો સક્રિય થઇ ગયાં છે. જેનું તાજુ ઉદાહરણ છે, રાજયના 06 શહેરોમાં પાંચ દિવસના લોકડાઉનનો આદેશ કરતો અધિક મુખ્ય સચિવ(ગૃહવિભાગ)નો ફેક પત્ર શુક્રવાર સાંજથી વોટ્સએપમાં અધિક મુખ્ય સચિવ(ગૃહવિભાગ) પંકજકુમારની સહિ સાથેનો એક ફેક પત્ર ફરતો કરવામાં આવ્યો. જેમાં રાજયના 06 મહાનગરોમાં 11 થી 17 એપ્રિલ દરમ્યાન સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે તપાસ કરતાં માલૂમ પડયું કે, આ પત્ર સંપૂર્ણ પણે બનાવટી છે અને રાજયના પોલીસવડાએ તેની તત્કાલ તપાસ કરવાના આદેશ પણ આપી દીધાં છે. આ ઉપરાંત વોટ્સએપ સહિતના કેટલાંક સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારની અફવાઓનું બજાર પણ ગરમ થઇ ગયું છે. લોકો પણ કઇ પણ સમજયા જાચ્યાં વગર આવાં મેસેજમાં આવી જઇ તેની કોઇપણ જાતની ખરાઇ કર્યા વગર આગળ ધડાધડ ફોરવર્ડ કરી રહ્યા છે. અફવાઓ હંમેશા વાયુવેગે પ્રસરતી હોય છે. ત્યારે ડર ફેલાવતી જરાસરખી અફવા પણ ભડકો બની જાય છે. આવી સ્થિતિમાં આવા અફવા ફેલાવનારા તત્વો અને વિકૃત આનંદ લેનારા લોકોને નાથવા માટે સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતાં દરેક નાગરિકે જવાબદાર બનવું પડશે. સોશ્યલ મિડીયા પર આવતી દરેક માહિતીઓની ખરાઇ કર્યા બાદ જ તેને આગળ ધપાવવા ‘ખબર ગુજરાત’ દ્વારા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં દરેક સમજદાર નાગરિકને અપીલ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular