Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશહેરી વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટેની કવાયત

શહેરી વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટેની કવાયત

જુદી-જુદી 6 ટુકડીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરી સોશ્યલ ડિસ્ટન્સ ભંગના 33 કેસ: જયારે માસ્ક અંગેના 19 કેસ કરાયા

- Advertisement -

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે, અને લોકો કોરોનાનું પાલન કરવા બાબતે કાળજી રાખતા નથી, જેથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે. શહેરી વિસ્તારમાં જુદી-જુદી છ ટુકડીઓને દોડતી કરી દેવાઇ છે. જેઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગે ના કેસ કરવામાં આવી રહ્યા છે, સાથોસાથ માસ્ક અંગે પણ દંડકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કુલ 52 કેસ કર્યા છે અને 33,200 ના દંડની વસૂલાત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જતું હોવાથી જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી ટુકડીઓને શહેરના અલગ અલગ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરાવવા માટે દોડતી કરાવવામાં આવી છે.

જેમાં ત્રણ દિવસના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા 33 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 14,200 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળનારા નાગરિકો સામે પણ દંડકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે 19 નાગરિકો પાસેથી રૂપિયા 19,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ચાર દિવસ દરમિયાન મહાનગરપાલિકા ની ટીમ દ્વારા કુલ 52 કેસ કરવામાં આવ્યા છે, અને કુલ 33,200 રૂપિયાના દંડની વસૂલાત કરી લેવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા ના માર્ગદર્શન હેઠળ તથા એસ્ટેટ વિભાગ સહિતની જુદી-જુદી છ ટુકડીઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular