રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૪.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૦૨૯.૮૩ સામે ૫૦૦૨૦.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૫૮૦.૮૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૪૭.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૦.૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૧૫૯.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૩.૩૫ સામે ૧૪૮૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૪૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૯.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૬.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૦૬.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત વિક્રમી ઘટાડા સાથે થઈ હતી. વિશ્વના અર્થતંત્રમાં કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહ્યું હોવાથી આજે ભારતીય શેરબજારમા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વભરમાં ફરી કોરોના સંક્રમણના નવા વેવની ચિંતામાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને રાજ્ય સરકાર સાથેની બેઠકમાં બીજા તબક્કાનો કોરોના દેશમાં ફરી વળ્યો હોવાની દહેશત વ્યકત કરી છે. તેની શેરબજારમાં ભારે નકારાત્મક અસર જોવા મળી હતી. કેટલાક રાજ્યોએ તો ચોક્કસ સમય માટે કર્ફ્યુ અમલી કરી દીધો હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા સેક્ટરને નકારાત્મક અસર થવાની સંભાવનાઓ પાછળ આર્થિક ગ્રોથ ફરીથી ખોરવાઈ રહ્યો હતો તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી.
કોરોના વાયરસના કેસમાં ભારે વધારાના પગલે વ્યાપાર પ્રવૃત્તિની ગતિને અવરોધાઈ છે. પરંતુ આનાથી વધારે નુકસાન થવાની સંભાવના નથી કારણ કે રસીકરણની પ્રક્રિયામાં વધારો કરીને વાયરસનો ફેલાવો અટકાવવાના પ્રયાસ જારી છે. જે જોતા નાણાંકીય વર્ષ ૨૦૨૨માં કોર્પોરેટ કમાણીમાં જોવા મળશે આર્થિક મોરચે વિકટ બની રહેલી પરિસ્થિતિ અને પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા ભાવોને લઈ મોંઘવારી અસહ્ય બની જતાં આગામી દિવસોમાં બેરોજગારીની સમસ્યામાં પણ ચિંતાજનક વધારાના સંકેતે કેન્દ્ર અને રાજય સરકારો માટે મોટા પડકારોને લઈ ફંડો, મહારથીઓએ સાવચેતીમાં શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતા આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલીકોમ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૬ અને વધનારની સંખ્યા ૧૦૫૯ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એક વર્ષથી કોરોનાના કારણે દેશભરમાં બેરોજગારીની સમસ્યામાં ભયાવહ વધારો થયો હોવાથી કોરોના વાયરસના કેસમાં ભારે વધારાના પગલે વ્યાપાર પ્રવૃત્તિની ગતિને અવરોધાઈ છે. પરંતુ આનાથી વધારે નુકસાન થવાની સંભાવના નથી કારણ કે રસીકરણની પ્રક્રિયામાં વધારો કરીને વાયરસનો ફેલાવો અટકાવવાના પ્રયાસ જારી છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો ફાળો લગભગ ૧૩ ટકા છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો ફાળો છે. મહારાષ્ટ્રમાં કોવિડના કેસમાં વધારો ચિંતાનો વિષય છે. જો કે, કોરોનાની નવી લહેરથી કેટલું નુકસાન થશે તે આગાહી કરવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજયો માટે મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા છે.
તા.૦૬.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૫.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૦૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૭૩૭ પોઈન્ટ થી ૧૪૭૭૭ પોઈન્ટ ૧૪૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૫.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૨૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૨૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૦૦૩ પોઈન્ટ થી ૩૩૧૦૩ પોઈન્ટ, ૩૩૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એસીસી લિમિટેડ ( ૧૯૧૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૪૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિમિટેડ ( ૧૦૩૪ ) :- રૂ.૧૦૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૦૩ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- અમર રાજા બેટરી ( ૮૫૪ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૩ થી ૮૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૭૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૩ થી રૂ.૫૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ટાઈટન લિમિટેડ ( ૧૫૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૨૨ થી રૂ.૧૫૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૩૩ ) :- રૂ.૧૦૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- સિપ્લા લિમિટેડ ( ૮૨૩ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૩ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ટાટા કેમિકલ ( ૭૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૫૩ થી રૂ.૭૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૩૮ ) :- ૫૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૭ થી રૂ.૫૦૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )