Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છગેંગરેપના કેસમાં રાજકોટ જેલનો ફરાર કેદી ઝડપાયો

ગેંગરેપના કેસમાં રાજકોટ જેલનો ફરાર કેદી ઝડપાયો

વચગાળાના જામીન મેળવી છેલ્લા છ વર્ષથી નાસતો-ફરતો હતો : પેરોલ ફર્લો સ્ક્વોડે ખડખંભાળિયાથી દબોચ્યો

- Advertisement -

ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ કેસના આરોપી અને રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી છ વર્ષથી નાસતા-ફરતા કેદીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે લાલપુર લાલપુર તાલુકામાંથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલ ગેંગરેપના કેસનો આરોપી પુના બાઘુ દેવીપૂજક-રાજકોટ મધ્યસ્થ જેલમાંથી જામીન ઉપર હોય, છેલ્લા છ વર્ષથી નાસતો-ફરતો હોય. દરમિયાન જામનગર પેરોલ ફર્લો સ્કવોડના ગોવિંદ ભરવાડ, સલીમભાઇ નોઇડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચને આરોપી હાલમાં લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા ખડખંભાળિયા ગામની સીમમાંથી પુના ઉર્ફે દેવો બાઘુ પરમાર નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular