જામનગરમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતાં એક કર્મચારીએ કંપની સાથે લાખો રૂપિયાની છેતરપીંડી આચરી આચરતા કંપનીને મેનેજરે તેના વિરુધ ફરિયાદ નોંધાવી છે. કર્મચારીએ કંપનીના પાર્સલો ગ્રાહકોને આપી તેમના પાસેથી રકમ વસુલી પોતાના ઉપયોગમાં લઇ કંપનીમાં તે રકમ જમા ન કરાવી 2 લાખ 10 હજાર રૂપિયા પરત ન આપી છેતરપીંડી આચરતા મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના રણજીતસાગર રોડ પર રહેતા કુલદીપભાઈ મહેન્દ્રભાઈ વાઘેલા જેઓ છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ટાકાર્ટ કમ્પનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓએ પોતાની કંપનીના કર્મચારી વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગતો મુજબ સુભાષપરા વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ હિતેન્દ્રભાઈ જાની શિફ્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતાં હોય અને પાર્સલોનું મેનેજમેન્ટ કરતાં હોય જેથી તેમની અંડરમાં આવતા પાર્સલો જેમાં લેપટોપ અને મોબાઈલ મળી રૂ.3લાખ 66હજાર 265 રૂપિયાના પાર્સલો ગ્રાહકોને આપી તેની કિંમત વસુલી તે રકમ કંપનીને પરત ન કરી તે પૈસા પોતાની પાસે રાખી લીધા હતા. બાદમાં કંપનીમાં જાણ થતા નિકુંજભાઈને રૂપિયા પરત આપવાનું કહેતા તેઓએ 8માસની અંદર રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું પરંતુ મુદ્દત પૂરી થઇ ગઈ હોવા છતાં પણ તેઓએ હજુ સુધી કંપનીના 2લાખ 10હજાર રૂપિયા જમા ન કરાવી કંપની સાથે છેતરપીંડી આચરતા મેનેજરે નિકુંજભાઈ વિરુધ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 409 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.