Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છપગાર ન થતાં આર્થિક સંકળામણથી અમુલ ઇન્સ્ટ્રીઝના કર્મચારી દ્વારા અગ્નિસ્નાન

પગાર ન થતાં આર્થિક સંકળામણથી અમુલ ઇન્સ્ટ્રીઝના કર્મચારી દ્વારા અગ્નિસ્નાન

અમુલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો વિરૂધ્ધ ગુનો નોંધાયો : પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

રાજકોટના કોઠારીયા રોડ ઉપર રહેતા અને અમુલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં નોકરી કરતાં વિક્રમભાઇ સુખાભાઇ બકૂત્રા (ઉ.વ.36) નામના યુવાને કાલાવડ જીઆઇડીસી પાસે અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પોલીસ દ્વારા અમુલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો વિરુધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા અને અમુલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં વિક્રમભાઇ સુખાભાઇ બકૂત્રા (ઉ.વ.36) નામના યુવાને ક્રેડિટ કાર્ડ લોન લીધી હોય, જેના નાણા ચડત થઇ જતાં અમુલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો દ્વારા છેલ્લા છ-એક મહિનામાં પગાર ચૂકવતા ન હોય, જેના ત્રાસથી તથા આર્થિક સંકળામણને કારણે વિક્રમભાઇ બકૂત્રાએ ગત તા. 26 મેના રોજ બપોરના સમયે કાલાવડ જીઆઇડીસીના વંડાની અંદર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે બપોરના સમયે તેનું મૃત્યુ નિપજ્યું હતું. તેના મૃત્યુના કારણે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વિકારવાની ના પાડતાં મામલો ગરમાયો હતો.
ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહીનો વિશ્ર્વાસ અપાતા મૃતદેહ સ્વિકારાયો હતો. આ અંગે રમેશભાઇ બકૂત્રાની ફરિયાદને આધારે અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના ભાગીદાર સુરેશભાઇ કેશવજીભાઇ સંતોકી, નીતિનભાઇ કેશવજીભાઇ સંતોકી સહિતના વિરુધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular