કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતાં વૃદ્ધે અગમ્યકારણોસર ઝેરી ટીકડા પી જતા સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતાં બાબુભાઈ મોહનલાલ સાવરીયા (ઉ.વ.63) નામના વૃદ્ધે ગત તા.6 ના રોજ સાંજના સમયે અગમ્યકારણોસર ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતા વૃદ્ધને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું ગુરૂવારે બપોરે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર વિમલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


