Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબીમારીથી કંટાળી વૃધ્ધનો પાંચમાં માળેથી છલાંગ લગાવી આપઘાત

બીમારીથી કંટાળી વૃધ્ધનો પાંચમાં માળેથી છલાંગ લગાવી આપઘાત

જામનગરના વાલ્કેશ્ર્વરીનગરી વિસ્તારમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી પાંચમાં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.

- Advertisement -

જામનગરના વાલ્કેશ્ર્વરીનગરીમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ વિઠ્ઠલભાઈ દત્તાણી (ઉ.વ.68) નામના વૃધ્ધને છેલ્લાં 10 વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી તેમજ બે વર્ષથી ફેફસાંમાં પાણી ભરાતું હોય અને સારવાર ચાલુ હોય તેમ છતાં તબિયત સુધરતી ન હતી. દરમિયાન મંગળવારે મધ્યરાત્રિના સમયે વૃધ્ધે તેના એપાર્ટમેન્ટની પાંચમા માળે આવેલી અગાસી પરથી ઝંપલાવ્યું હતું. નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular