આજે વહેલી સવારે છત્તીસગઢના રાયપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે. જેમાં સીઆરપીએફના 6જવાનો ઘાયલ થયા છે. ટોનેટર ફાટવાથી આ બ્લાસ્ટ થયો છે. ડેટોનેટર એક બોગીમાંથી બીજી બોગીમાં લઇ જવાઇ રહ્યું હતું. એ દરમ્યાન આ દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાઆજે સવારે 6.30 વાગ્યે બની હતી. CRPF 211 બટાલિયનના જવાનો સ્પેશીયલ પ્લેટફોર્મ નંબર 2માં બે બોગીના સ્થળાંતર દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં ઘાયલ જવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. ટ્રેન દ્વારા જમ્મુ જઈ રહ્યા હતા. આખી ટ્રેનમાં આર્મી અને સીઆરપીએફના જવાનો હતા. તેમાં કોઈ સામાન્ય મુસાફરો નહોતા. ટ્રેનને પણ રાયપુરથી સવારે 7.15 વાગે રવાના કરવામાં આવી છે.
આ પહેલાં 17 જૂનના રોજ સિકંદરાબાદથી દરભંગા જંક્શન પહોંચેલી સિકંદરાબાદ દરભંગા એક્સપ્રેસના પાર્સલ વાનથી ઉતારવામાં આવેલા રેડીમેડ કપડાના પેકેટમાં બ્લાસ્ટ થયો હતો.