Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આકાશમાં આવતીકાલે સર્જાશે ખગોળિય ઘટના

જામનગરના આકાશમાં આવતીકાલે સર્જાશે ખગોળિય ઘટના

4 જૂને ‘ઝીરો શેડો ડે’: બપોરે 12.49 મિનિટે સુર્યનો પડછાયો થશે અલિપ્ત

- Advertisement -

જામનગરના નભોમંડળમાં શુક્રવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાવા જઇ રહી છે. 4 જૂન ને શુક્રવારે ‘ઝીરો શેડો ડે’ તરીકે ઉજવાશે. તા.4 જૂનના બપોરે 12.49 મિનિટે સૂર્ય માથા પર આવશે અને તેનો પડછાયો બંધ થશે. જેથી 4 જૂન ‘ઝીરો શેડો ડે’ તરીકે રહેશે.

- Advertisement -


ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષ માં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે, તે જગ્યા એ અમુક ક્ષણો માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે. જેને ‘ઝીરો શેડો ડે’ તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી સૂર્ય ની આસપાસ 23.5 ડિગ્રીએ નમી ને પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય તેની વાર્ષિક ગતિ દરમિયાન ઉત્તરાયણની દિશામાં અને દક્ષિણાયનની દિશામાં ચોક્કસ અંતરે +23.5 કકઁવૃત અને -23.5 મકરવૃત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેક્ધડ માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે.

જુદા-જુદા સ્થાન માટે આ તારીખો અલગ-અલગ હોય છે. જામનગર શહેર માં 4 જુન ના રોજ પડછાયો અદ્રશ્ય થતો દેખાશે. સૂર્યનું ડેકલીનેશન અને સ્થળના અક્ષાંસ સરખા હોય અને સૂર્ય લોકલ મેરીડીયનને ક્રોસ કરે ત્યારે કિરણ બરાબર લંબરૂપે પડે છે. જામનગરના અક્ષાંસ 22.47 – એન. અને રેખાંશ 70.05 – ઇ. છે. એટલે સ્થાનિક સમય નો તફાવત 49 મીનીટ અને 40 સેકન્ડ નો થાય. એટલે જામનગરમાં શુક્રવારે 4 જૂને ‘ઝીરો શેડો ડે’નો સમય 12.49 કલાકનો રહેશે.

સંકલન- કિરીટ શાહ
ખગોળ મંડળ, જામનગર.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular