Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં.1માં વીજ પ્રશ્ન અંગે આવેદનપત્ર પાઠવાયું

વોર્ડ નં.1માં વીજ પ્રશ્ન અંગે આવેદનપત્ર પાઠવાયું

વોર્ડ નં.1ના કોર્પોરેટર દ્વારા પીજીવીસીએલ કાર્યપાલ ઇજનેરને રજુઆત

- Advertisement -

વોર્ડ નં.1માં બેડી પોર્ટ ફિડર, રણજીતવિલા ફિડરમાં થતાં વિજ ધાંધીયા અંગે કાર્યવાહી કરવા અને એકડે એક શા બાપુ વાળા વિસ્તારને રોજી પોર્ટ ફિડરમાં બદલવા વોર્ડ નં.1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદભાઇ પલેજા દ્વારા કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા 15 દિવસ થી બેડી પોર્ટ ફીડર માં આવતા વિસ્તાર, એક્ડે એક શા બાપુ, બેડી ઈદ મસ્જીદ, નૂરી રઝા ચોક, દિવેલીયા ચાલી, આઝાદ ચોક, ચાંદની ચોક, જુમ્મા મસ્જીદ વિસ્તાર, થરી વિસ્તાર, ખારી વિસ્તાર, ફારુકે આઝમ ચોક, ઈકબાલ ચોક, શેરે રઝા ચોક, ગઢવાળી સ્કૂલનો વિસ્તાર તેમજ રણજીત વિલા ફીડરમાંથી લાઈટ મેળવતા માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા, ગરીબનગર પાણાખાણ વિસ્તાર અને બેડેશ્વર વિસ્તારમાં દિવસમાં રોજે રોજ 15 દિવસથી રેગ્યુલર રીતે 8 થી 10 કલાક લાઈટ બંધ કરી દેવામાં આવે છે.જેથી હાલ ગરમીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને બીમાર દર્દીઓને અસહાય તકલીફો પડે છે.
આમાં વારંવાર લાઈટ ફોલ્ટ ના કારણે લોકોના ઘરો ના ઉપકરણો પણ સળગી જાય છે.અને નુકશાન થાય છે.તેમજ જાનમાલની નુકશાનીનો પણ સંભવ રહેલ છે. જેથી ઉપરોક્ત ફીડર માંથી લાઈટ ફોલ્ટ તાત્કાલિક દુર કરવા અને તેમાં કાયમી નિરાકરણ કરવા ઘટતા પગલા ભરવા ખુબ જ જરૂરી છે.
હાલ બેડી પોર્ટ માં વીજ ધાંધિયા રહેતા હોય અને ત્રણ ફીડર ઉપરથી લાઈનો પસાર થતી હોવાથી એકડે એક શા બાપુ નો વિસ્તાર હાલ નવા રોઝી પોર્ટ ફીડર માં કરવામાં આવે તો થોડા અંશે રાહત મળે તેમ છે.જેથી એકડે એક શા બાપુનો વિસ્તાર રોઝી પોર્ટ ફીડર માં કરી આપવા તેમજ ઉપરોક્ત વિસ્તારમાં વીજ ફોલ્ટ દુર કરવા અને પાણી વિતરણ સમય માં રેગ્યુલર લાઈટ મળી રહે તે માટે તાત્કાલિક પગલા ભરવા માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular