Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરનબળી પ્રિ-મોનસુન કામગીરી અંગે પગલાં લેવા વિરોધપક્ષ નેતા દ્વારા આવેદનપત્ર પાઠવાયુ

નબળી પ્રિ-મોનસુન કામગીરી અંગે પગલાં લેવા વિરોધપક્ષ નેતા દ્વારા આવેદનપત્ર પાઠવાયુ

પ્રિ-મોનસુન કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી નબળી કામગીરી હોય, આ અંગે પગલાં લઇ પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે કરવા જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં. 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
ચોમાસુ નજીક હોય, મહાનગરપાલિકા દરવખતની જેમ છેલ્લે-છેલ્લે વરસાદી પાણીના નિકાલની કેનાલો સાફ કરવા માટેની કામગીરી શરુ કરી છે. આ કામગીરી ઘણી મોડી શરુ કરી છે અને કેનાલ સાફ થાય છે. તેના કરતાં વધુ કાગળ ઉપર સફાઇ થાય છે. આ કામગીરી અંગે કુલ રૂા. 46 લાખ જેટલી રકમ મંજુર કરવામાં આવી છે. આ કામગીરી માટે જે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. તેમાં પણ ‘ઘરના ભૂવા અને ઘરના ડાકલા’ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જામનગરમાં કેનાલોની સફાઇ સરખી રીતે થતી નથી. ચોમાસામાં વરસાદ શરુ થયે ફરી અનેક જગ્યાઓમાં પાણી ભરાશે અને લોકો મુશ્કેલીમાં મૂકાશે. વધારામાં જાનમાલનું નુકસાન પણ થઇ શકે છે. આથી પ્રિ-મોનસુન કામગીરી પૂરેપૂરી અને યોગ્ય રીતે નહીં થાય તો આ અંગે જામનગર કોંગ્રેસ દ્વારા આનંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે અને ખોટા બીલો બનાવી જામનગરની જનતાને ટેક્સના નાણાંની ઉચાપત્ત કરવા માટે અને જવાબદારો પાસેથી વસુલ કરવા માટે કોર્ટ કાર્યવાહી કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે. આ તકે વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, આનંદભાઇ રાઠોડ, નુરમામદ પલેજા તેમજ સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના હોદ્ેદારો-અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular