જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કામદારોના અવસાન બાદ વારસદારને નોકરી આપવા તેમજ જામ્યુકો દ્વારા 3 વર્ષ પુર્વે કરાર આધારીત ઇન્ચાર્જ મુકાદમોની ભરતી કરવામાં આવી હતી. તેના એલાઉન્સ કે કાયમી ઓર્ડર કરવામાં આવ્યા ન હોય તથા સફાઇ કામદારોને લાયકાત મુજબ પ્રમોશન આપવા સહિતના મુદ્દે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદુર યુનિયન દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશનર હાજર ન હોય પટાવાળાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.