Sunday, July 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઠેબા ચોકડી નજીક ટ્રકે હડફેટે લેતા પ્રૌઢનું મોત

જામનગરમાં ઠેબા ચોકડી નજીક ટ્રકે હડફેટે લેતા પ્રૌઢનું મોત

બપોરના સમયે અકસ્માત: ઈજાગ્રસ્તને 108 દ્વારા જી.જી.હોસ્પિટલ ખસેડાયા : સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ

- Advertisement -

જામનગર શહેર નજીક આવેલા ઠેબા ચોકડી નજીક પાસે ગુરૂવારે બપોરના સમયે પૂરઝડપે આવતા ટ્રકે સાઈકલસવારને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવમાં પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલા ઠેબા ચોકડી પાસે ગુરૂવારે બપોરના સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવતા ટ્રક નં.જીજે-10-ટીએકસ-9090 નંબરના ટ્રકના ચાલકે સાઈકલ પર આવતા કિરણભાઈ ચિમનભાઈ (ઉ.વ.50) નામના પ્રૌઢને ઠોકરે ચડાવતા શરીરે અને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત કિરણભાઈને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular