ખંભાળિયાના યોગેશ્વર નગર- 2 વિસ્તારમાં રહેતા અને અત્રે દ્વારકા હાઈ-વે માર્ગ પર આવેલા એક પેટ્રોલપંપમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતા મહેન્દ્રભાઈ ઉર્ફે મુકેશભાઈ ત્રિવેદી ગત તારીખ 25મીના રોજ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ મોટરસાયકલ સ્લીપ થઈ જવાના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દરમિયાન ગત તારીખ 30મીના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રાજ મહેન્દ્રભાઈ ઉર્ફે મુકેશભાઈ ત્રિવેદીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.