કોરોના મહામારી વચ્ચે વાવાઝોડાંની સંભાવનાને ધ્યાને લઇ જામનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓને ખાસ સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. વાવાઝોડાં દરમ્યાન હોસ્પિટલમાં દર્દીઓને કોઇ મુશ્કેલીના સર્જાય તે માટે તકેદારી રૂપી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાવાઝોડાંની સંભાવનાને ધ્યાને લઇ જી.જી.હોસ્પિટલની કેસબારી પાસે આવેલ લોબીમાં 25 બેડની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને સારવાર માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટે આ વધુ 25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.