સંભવિત વાવાઝોડાને ધ્યાને લઇ રેલવે દ્વારા પણ સાવચેતીના પગલા લઇ એકશન પ્લાન તૈયાર કરાયો છે અને ટ્રેનો રદ્ કરવા સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. તેમજ વિવિધ સ્ટેશનોને હેલ્પડેસ્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભાવના જાહેર કરવામાં આવી હોય, જેને લઇ સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા અને ચક્રાવાતની અસર ઘટાડવા રેલવે દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેમાં ઝોનલ રેલવે હેડ કવાર્ટર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમનું સક્રિયકરણ અને વિવિધ વિભાગો દ્વારા રાઉન્ડ ધ કલોક મોનિટરીંગ, બહુવિધ સ્થળોએ પવનની ગતિનું નિયમિત દેખરેખ અને જો પવનની ગતિ 50 કિ.મી. પ્રતિ કલાકથી વધુ હોય તો ટ્રેનોને નિયંત્રીત કરવા અથવા રોકવા માટેની સૂચના, કટોકટીના સ્થળાંતર માટે પુરતા ડિઝલ એન્જિન અને કોચિંગ રેકીંગ ઉપલબ્ધતા, રાહત ટ્રેનની તૈયારી, તમામ ડેપોના ટાવર વેગન ડ્રાઇવરો અને ટીઆરબી સ્ટાફ એલર્ટ ઉપર રહેશે.
આ ઉપરાંત ટ્રેક અને બ્રિજ ઉપર સતત પેટ્રોલિંગ, પુલો ઉપર અવર-જવર માટે ટ્રાફિક પ્રતિબંધો લાદવા અને પવનની ગતિને માપવામાં આવે છે અને દર કલાકે તેનું નિરિક્ષણ, આરપીએસ એલ તૈયારી, ચક્રાવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં વિવિધ સ્ટેશનોએ હેલ્પડેસ્ટક, હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં એમ્બ્યુલન્સ અને પુરતી દવાઓની તૈયારીઓ, રેલવે મેડિકલ ટીમ રાજ્યની મેડિકલ ટીમમાં સંપર્કમાં રહી ઇમરજન્સીના કેસમાં દર્દીઓને સિફટ કરવા સહિતની અનેકવિધ તૈયારીઓ પણ કરવામાં આવી છે.