જામનગર સિટી બી ડીવીઝનમાં નોંધાયેલ પ્રોહિબીશનના કેસનો આરોપી છ માસથી નાસતો ફરતો હોય આ દરમિયાન જામનગર એસઓજીએ ગુરૂદ્વાર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી બી ડીવીઝનમાં નોંધાયેલ પ્રોહિબીશનના કેસનો આરોપી સાહિલ સુભાષ બ્લોચ છ માસથી નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં ગુરૂદ્વારા ચોકડી પાસે હોવાની એસઓજીના હેકો રાયદેભાઈ ગાગીયા તથા લાલુભા જાડેજાને મળેલી બાતમીના આધારે એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી પીએસઆઇ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી રેઈડ દરમિયાન સાહિલ સુભાષ બ્લોચ નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સિટી બી પોલીસને સોંપી આપ્યો હતો.


