જામજોધપુરમાં નોંધાયેલ પ્રોહિબિશનના કેસના આરોપી નાસતો-ફરતો હોય, જામનગર એલસીબી પોલીસે તરસાઇ ગામેથી આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં આરોપી મેરાભાઇ ઉર્ફે મેરો બાવા મોરી નામનો શખ્સ નાસતો ફરતો હોય. એલસીબીના યશપાલસિંહ જાડેજા, હરદીપભાઇ ઘાઘલ તથા યોગરાજસિંહ રાણાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન તરસાઇ ગામેથી આરોપી મેરાભાઇ ઉર્ફે મેરો બાવા મોરી નામના શખ્સને ઝડપી લઇ જામજોધપુર પોલીસને સોંપી આપ્યો હતો.