દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં થોડા સમય પૂર્વે દારૂ સંદર્ભે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ફાટલનેશ વિસ્તારમાં રહેતા ચના કરમણ રાડા નામના 29 વર્ષના માલધારી શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. ઉપરોક્ત શખ્સ સામે છેલ્લા આશરે દસેક માસ દરમિયાન જુદા જુદા ચાર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. જે સંદર્ભે ફરાર થઈ ગયેલો ઉપરોક્ત પોલીસના હાથ લાગ્યો ન હતો.
આ અંગે જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે છેલ્લા દસેક માસથી ફરાર એવા આરોપી ચના કરમણ રબારીને મોડપર ગામના પાટિયા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.જે. ચૌહાણ, જયદેવસિંહ જાડેજા, કેશુભાઈ ભાટીયા, દેવાભાઈ મોઢવાડિયા, નારણભાઈ બેલા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.