Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઅમિતાભ બચ્ચને આજે પોતાના જન્મદિન નિમિતે લીધો મોટો નિર્ણય

અમિતાભ બચ્ચને આજે પોતાના જન્મદિન નિમિતે લીધો મોટો નિર્ણય

- Advertisement -

મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 79મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ઉંમરે પણ, અભિનેતા સક્રિય છે અને સતત કામ કરે છે. અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’શો ને પણ હોસ્ટ કરે છે અને ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ દેખાયા છે. ત્યારે આજે રોજ તેઓએ પોતાના જન્મદિવસ નિમિતે મોટો નિર્ણય લીધો છે અને પાનમસાલાની જાહેરાતો સાથેના કરાર ખતમ કરી ફી પણ પાછી આપી દીધી છે.

- Advertisement -

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પાન મસાલાની જાહેરાત કરવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ મામલે તેઓએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ આજે પોતાના જન્મદિન નિમિતે પાન મસાલા બ્રાંડ કમલા પસંદ સાથેનો કરાર ખતમ કરી દીધો છે. ઉપરાંત એડ ફી પણ પરત કરી છે.

તેઓએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે નવી પેઢીને પાનમસાલા નું સેવન કરવા માટે મોટીવેશન ન મળે. અગાઉ આ મુદ્દે National Organisation for Eradication of Tobaccoના  અધ્યક્ષ ડો. શેખર સાલ્કરે અમિતાભ બચ્ચનને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, મેડિકલ રિસર્ચથી ખબર પડે છે તમાકુ અને પાન મસાલા જેવા પદાર્થ વ્યક્તિ, ખાસ કરીને યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular