Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં લોક અદાલતમાં 3432 કેસોનો સુખદ નિકાલ

દ્વારકા જિલ્લામાં લોક અદાલતમાં 3432 કેસોનો સુખદ નિકાલ

- Advertisement -

દેવભૂમિ દ્વારકાની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દ્વારા સમગ્ર જિલ્લામાં આજરોજ સફળતાપૂર્વક રાષ્ટ્રીય લોક અદાલતમાં શ્રેષ્ઠ પરીણામ આવ્યું હતું. જેમાં 3432 કેસોનો સમાધાન પૂર્વક નિકાલ લાવવામાં આવ્યો હતો આ અંતર્ગત રૂ. 3,70,32,962 ની રકમના હુકમો કરી અને કેસો પુરા કરવામાં આવ્યા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતોના કુલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં 19.69 ટકાનો નોંધાયેલો મહત્વનો ઘટાડો થવા પામ્યો છે.

નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમીયસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ (નામદાર ગુજરાત હાઇકોર્ટ)- અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજરોજ શનિવારે જાહેર રજાના દિવસે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી (મુખ્ય જિલ્લા ન્યાયધીશ) એસ.વી. વ્યાસના વડપણ હેઠળ કરવામાં આવેલ હતું. જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી એવા કુલ 2458 કેસો કુલ મુકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 1867 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો હતો. જેના કુલ 3,19,27,725 રકમના હુકમો કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2400 કેસો મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 1565 કેસોમાં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો. જેમાં કુલ દાવાની રકમ રૂ. 51,05,237 થઈ હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વકીલો, સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો જેવા જુદા-જુદા સ્ટેક હોલ્ડારો સાથે આ લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં પીરીયોડીકલી મીટીંગો યોજી, પરીણામલક્ષી આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-કાઉન્સીલીંગ તથા પ્રિ-સિટિંગ યોજવામાં આવેલી પદ્ધતિસરના આયોજન થકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી આ રાષ્ટ્રીય લોક-અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ 1867 કેસોનો સુખદ નીવેડો લાવવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂ. 3,19,27,725 ના હુકમો થયેલા હતા. જેમાં કલ્યાણપુર તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્વારા 457, ઓખા તાલુકા કાનૂની સેવા સમિતિ, 342, ભાણવડ દ્વારા 257 અને દ્વારકા દ્વારા 157 હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular