ઇન્કમટેક્સનું નાણાંકીય વર્ષ 2021-22 (આકારણી વર્ષ 2022-23) માટેનું જો કોઇ કરદાતાનું રિટર્ન ફાઇલ કરવાનું બાકી હોય તો તેના માટે હવે પાંચ જ દિવસ બાકી રહ્યા છે. જો 31મી ડિસેમ્બર સુધીમાં કરદાતા તેનું અગાઉના વર્ષનું બાકી રિટર્ન ફાઇલ ન કરે તો પેનલ્ટી લાગી શકે છે. જો કોઇ કરદાતાનું 2021-22 રિટર્ન ફાઇલ કર્યું હોય અને તેમાં કોઇ સુધારો કરવાનો હોય તો તેવા રિટર્ન પણ 31મી ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરવા પડશે.
સીબીડીટી દ્વારા અગાઉ ના નાણાંકીય વર્ષ માટે આકારણી વર્ષમાં 12 માસનો સમય આપવામાં આવતો હતો પણ આ વર્ષથી 3 માસ ઘટાડીને હવે 9 માસની સમય મર્યાદા કરવામાં આવી છે. શહેરના કરવેરા સલાહકાર મનિષ બક્ષીએ જણાવ્યું હતુંકે, કોઇ કારણસર ગત વર્ષે રિટર્ન ફાઇલ ન કરનારાઓ અથવા તો ગત વર્ષે રિટર્ન ફાઇલ કર્યું હોય અને તેમાં સુધારો કરવાનો હોય તો 31મી ડિસેમ્બરની સમય મર્યાદા સુધીમાં ફાઇલ કરી દેવું જરૂરી છે.