Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં 4 દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં 4 દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી

- Advertisement -

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા 4દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. અગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે અને ઉત્તર-પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપની પણ અસર થવાની સંભાવના રહેશે થોડા દિવસોમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ રહેશે તેમ અંબાલાલે જણાવ્યું છે

- Advertisement -

અરબસાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે દક્ષીણ ગુજરાતમાં પણ અસર વર્તાશે. અને દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ રહેતા અગામી 16 નવેમ્બર થી20 નવેમ્બર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે તેમ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાતના પંચમહાલ, અમદાવાદ, ભરૂચ અને ગાંધીનગરના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા હળવા માવઠાની તેમજ કોઈ વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ વખતે ડીસેમ્બરની શરૂઆતથી ઠંડીનું જોર વધશે અને 22 ડીસેમ્બર પછી દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા રહેવાની શક્યતા રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular