જામનગર છીપરફળી, ભોઈવાડો, સુભાષ માર્કેટ પાસે રહેતા અને સિક્યુરીટી ગાર્ડ, છૂટક મજુરીકામ અને ઘરકામ તથા વાહન સાફ સફાઈનું કામ કરતા ભોઈ જ્ઞાતિના યુવાન પરેશ હરકિશનભાઈ આશાવર જામનગર થી અમરનાથ યાત્રાએ ચાલીને જવા નિર્ધાર કર્યો હતો. જે અંતર્ગત ગઇકાલે સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
જામનગર થી અમરનાથ સુધીની પદયાત્રા શહેરના ભોઈ જ્ઞાતિના સાહસિક યુવાન પરેશ હરકિશનભાઈ આશાવર દ્વારા જામનગરથી અમરનાથ સુધીની સાયકલ યાત્રા માટે નિકળ્યા હતાં. તેઓ જામનગરથી અમરનાથની સાયકલ યાત્રા છેલ્લા 10 વર્ષથી કરે છે. આ વર્ષે તેઓ ચાલીને અમરનાથ સુધીની યાત્રા કરશે. સાહસિક મિજાજના આ યુવાન પરેશભાઈ કચ્છ માતાના મઢનો પગપાળા યાત્રા તથા ચોટીલા અસંખ્યવાર સાયકલ યાત્રા કરી ચુક્યા છે. તેઓનો પગપાળા યાત્રા કરવાનો માત્ર એક જ હેતું છે કે આટલા ભયંકર કોરોના કાળમાં જે ઓફીસર, પોલીસ ઓફીસ, હોમગાર્ડ ઓફીસર, ડોકટરો તથા સફાઈ કર્મચારીઓ કે જેઓ કોરોના કાળમાં ચટૃાનની જેમ ખડેપગે ઉભા રહી અને પોતાની ફરજ નિભાવી છે તેનું કલ્યાણ થાય અને ગૌ હત્યા બંધ કરવા અનુરોધ કર્યો છે તથા સરહદ ઉપર થયેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો તેમનો મુખ્ય આશય છે.