Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયમૃત્યુનું કારણ પ્રસ્થાપિત કરવાનું બાકી હતું છતાં દિલ્હી પોલીસે ‘સાહસિક’ માર્ગ અપનાવ્યો’તો...

મૃત્યુનું કારણ પ્રસ્થાપિત કરવાનું બાકી હતું છતાં દિલ્હી પોલીસે ‘સાહસિક’ માર્ગ અપનાવ્યો’તો !

મારી સાત વર્ષની વેદનાઓ સમાપ્ત થઇ: થરૂર

- Advertisement -

સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં કોંગ્રેસ સાંસદ શશિ થરુરને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉજ એવન્યૂ સ્પેશિયલ કોર્ટે બુધવારે સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં થરુરને નિર્દોષ છોડ્યા છે. 2014માં દિલ્હીની હોટલમાં સુનંદાની લાશ મળી હતી.

- Advertisement -

પુષ્કરના મૃત્યુ પછી તેમના પતિ શશિ થરુર પર તેમનું માનસિક ઉત્પીડન કરવા અને હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. બુધવારે ચુકાદો આવવા પર થરુરે કોર્ટનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે હું છેલ્લા 7 વર્ષથી દર્દ અને પીડાઓ સહન કરી રહ્યો હતો.

સુનંદા પુષ્કરની મિત્ર પત્રકાર નલિની સિંહે નિવેદનમાં કહ્યું હતું કે થરુરને મેહર તરાર નામની મહિલા સાથે સંબંધો હતા. સુનંદાએ તેમને જણાવ્યું હતું કે થરુર અને મેહર જૂન 2013માં દુબઈની એક હોટલમાં ત્રણ રાત સાથે રોકાયા હતા. એક દિવસ સુનંદાએ નલિનીને ફોન કર્યો, ત્યારે તે ખૂબ જ દુ:ખી હતી. થરુર અને મેહરની વચ્ચે મેસેજમાં વાતચીત થાય છે. એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે શશિ થરુર ચૂંટણી પછી સુનંદાને છૂટાછેડા આપવાની તૈયારીમાં હતા.

- Advertisement -

સુનંદા પુષ્કરનું મૃત્યુ 17 જુલાઈ 2014ના રોજ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું. તેમની બોડી અહીંના એક લક્ઝરી રૂમના બેડ પર પડેલી મળી હતી. લાંબી શોધખોળ પછી દિલ્હી પોલીસે તેમના પતિ શશિ થરુરની વિરુદ્ધ આઈપીસી 498અ અંતર્ગત કેસ નોંધ્યો હતો. થોડા મહિના પછી પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. થરૂરના વકીલે ઇન્ડિયન એકસપ્રેસ સાથેની વાતચીતમાં એમ કહ્યું હતું કે, સુનંદા પુષ્કરના મોતનું કારણ પ્રસ્થાપિત થાવનું બાકી હતું. એવાં સમયે દિલ્હી પોલીસે તપાસનો સાહસિક માર્ગ અપનાવ્યો હતો.

કોર્ટનો ચૂકાદો આવ્યા પછી થરૂરે કહ્યું દિલ્હી પોલીસે મારા વિરુદ્ધ જે કેસ નોંધ્યો હતો, તેમા નિર્દોષ જાહેર કરવા માટે હું જજ ગીતંજલી ગોયલનો આભાર માનું છું. હું પહેલેથી કહેતો આવ્યો છું કે મારા પર લગાવવામાં આવેલા આરોપો પાયા વિહોણા છે. સુનંદાની મોત પછી મારા વિરુદ્ધ કેસ દાખલ થવો તે મારા માટે દુ:ખદ સ્વપ્ન સમાન હતું, જે આજે વીતી ગયું છે.

- Advertisement -

થરુરે આગળ કહ્યું, મારા પર ઘણા આરોપો લગાવામાં આવ્યાં, મીડિયામાં સારુ-ખોટું કહવામાં આવ્યું પરંતુ મેં ન્યાયપાલિકા પર વિશ્વાસ બનાવી રાખ્યો. ન્યાયની જીત થવા પર આશા છે કે હું અને મારો પરિવાર સુનંદાની સ્મૃતિઓ સાથે શાંતિથી જીવન વિતાવી શકીશું. હું મારા વકિલ વિકાસ પહવા અને ગૌરવ ગુપ્તાનો પણ આભારી છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular