Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સબોલો...ડકવર્થ લુઇસના નિયમ મુજબ પણ ટાઇ પડી !

બોલો…ડકવર્થ લુઇસના નિયમ મુજબ પણ ટાઇ પડી !

માત્ર 1 મેચની જીત સાથે ભારતે શ્રેણી જીતી લીધી

- Advertisement -

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી નહોતી જેના કારણે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે મેચનું પરિણામ નીકળતાં ટાઈ જાહેર કરવામાં આવી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયા 1-0થી ત્રણ મેચની ટી-20 શ્રેણી પોતાના નામે કરવામાં સફળ રહી છે. પહેલી મેચ વરસાદને કારણે રમાઈ શકી નહોતી જ્યારે બીજી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી. આ શ્રેણી જીતતાની સાથે જ ભારતે ઈતિહાસ રચી દીધો છે. નેપિયરમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 19.4 ઓવરમાં 160 રનમાં ખખડી ગઇ હતી. જે સામે ભારતે 9 ઓવરમાં 75 રન બનાવ્યા ત્યારે જ વરસાદ ખાબકયો હતો. ત્યારબાદ મેચ શરૂ નહીં થતાં ડકવર્થ લુઇસના નિયમનો સહારો લેવામાં આવ્યો હતો. જેમાં બન્ને ટીમનો સ્કોર સમાન જણાતાં તેમજ સુપર ઓવર પણ રમી શકાય તેમ ન હોય મેચને ટાઇ ઘોષિત કરવામાં આવી હતી.ન્યુઝીલેન્ડમાં ટી-20 શ્રેણી જીતવાની સાથે જ ભારત ‘સેના’ દેશો મતલબ કે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એક જ કેલેન્ડર વર્ષમાં ટી-20 શ્રેણીમાં પહેલીવાર સફળ રહ્યું છે. આ પહેલાં ભારતે એક કેલેન્ડર વર્ષમાં આ તમામ દેશો વિરુદ્ધ ક્યારેય ટી-20 શ્રેણી જીતી નથી.

- Advertisement -

ભારતે આ વર્ષે જૂલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસે ભારતે અંગ્રેજો વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમી હતી જેમાં ભારત 2-1થી જીત હાંસલ કરવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ ઑસ્ટ્રેલિયન ટીમ સપ્ટેમ્બરમાં ભારત પ્રવાસે આવી હતી અને ત્રણ મેચની ટી-20 શ્રેણી રમી હતી. આ શ્રેણીમાં પણ ભારતે 2-1થી જ્વલંત વિજય મેળવ્યો હતો. આ પછી આફ્રિકાએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આફ્રિકી ટીમે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ત્રણ મેચની ટી-20 શ્રેણી રમી હતી જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. હવે આ જ મહિને ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસે ગઈ અને ત્યાં તેણે ત્રણ મેચની ટી-20 શ્રેણી 1-0થી પોતાના નામે કરી રેકોર્ડ બનાવી લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular