ફરી એક વખત આખો દેશ કોરોનાનો સામનો કરી રહ્યો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ભયાનક પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર માટે પણ એક મોટો પડકાર બની ગયો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તે જ સમયે, ગયા વર્ષની જેમ, ફરી એકવાર બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે તેમની ઉદારતાનો પરિચય આપ્યો છે. તેમણે સાંસદ ગૌતમ ગંભીરના સંગઠનને એક કરોડ રૂપિયાની સહાય આપી છે.
ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘આ દુ:ખદ સમયમાં દરેક મદદની આશાની કિરણ જોઈ રહ્યા છે. અક્ષય કુમારનો આભાર છે કે, તેમણે જરૂરતમંદો માટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા ખોરાક, દવા અને ઓક્સિજન માટે આપવાનું વચન આપ્યું છે. ભગવાન તેમને આશીર્વાદ આપે. તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર પોતે પણ કોરોના સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ઘણા લોકો તેમની પાસે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની માંગણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેઓ વધુને વધુ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગૌતમ ગંભીરના આ ટ્વીટના રીપ્લાયમાં અક્ષય કુમારે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ સમય છે ગોતમ ગંભીર, મને મદદ કરવાથી ખુશી છે. ઉમ્મીદ છે કે આપણે જલ્દીથી આ સમય માંથી બહાર નીકળી જઈશુ. સુરક્ષિત રહો.
જણાવી દઈએ કે તાજેતરમાં અક્ષય કુમાર પણ કોરોનાનો શિકાર બન્યો હતો. જે બાદ તે થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યો. હવે અક્ષય સંપૂર્ણ સ્વસ્થ છે. તે આગામી સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તેમની સૂર્યવંશી, બચ્ચન પાંડે, પૃથ્વીરાજ અને રામ સેતુ જેવી ઘણી ફિલ્મો અગામી સમયમાં રિલીઝ થનાર છે.