Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયએર ઇન્ડિયાએ કરી વિશ્વની સૌથી મોટી એવિએશન ડીલ

એર ઇન્ડિયાએ કરી વિશ્વની સૌથી મોટી એવિએશન ડીલ

- Advertisement -

એર ઈન્ડિયાએ એવિએશન ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કરી છે. એરલાઈને એરબસ અને બોઈંગ પાસેથી કુલ 470 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એર ઈન્ડિયાએ વિમાનો માટે ઐતિહાસિક સોદો કરીને ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે એક વિશાળ ક્ષિતિજ ખોલ્યું છે. આ સિવાય એર ઈન્ડિયા અમેરિકાની કંપની બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટ ખરીદવા જઈ રહી છે. હાલમાં એરબસની ભારતમાં 470 કોમર્શિયલ ફ્લાઈટ્સ છે.

- Advertisement -

એર ઈન્ડિયાના નવા ઓર્ડર બાદ ભારતમાં એરબસ સાથે કુલ 850 એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
આ ડીલ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચારેય દેશોના વડાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાકે એકબીજાને શુભેચ્છા પાઠવી છે. અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય ’વ્હાઈટ હાઉસ’ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, બોઈંગ અને એર ઈન્ડિયા એક કરાર પર પહોંચી ગયા છે,

જે અંતર્ગત એર ઈન્ડિયા બોઈંગ પાસેથી 34 અબજ ડોલરમાં 220 વિમાન ખરીદશે. તેમાં 90 B737 Max, 20 B787 અને 10 B777Xનો સમાવેશ થાય છે. કરાર હેઠળ, વધુ 70 એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ હશે. આ ડીલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, જેમાં તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને અભિનંદન આપ્યા. પીએમ મોદીએ કહ્યું કે આ ડીલથી બંને દેશોને ફાયદો થવાનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular