Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતઅમદાવાદનો કોરોના ડેથ રેટ આખા દેશમાં સૌથી ઊંચો

અમદાવાદનો કોરોના ડેથ રેટ આખા દેશમાં સૌથી ઊંચો

કોરોના મહામારીમાં ગત 20 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 5615 મોત થયાં હોવાનું સરકારી આંકડા બતાવે છે. આમાંથી 2667 એટલે કે 47.50% મોત તો એકલા અમદાવાદ જિલ્લામાં જ થયાં છે. હજી આ તો સરકારી આંકડા છે, બાકી અમદાવાદ શહેર લાશોના ઢગલા પર બેઠું છે અને સ્મશાનોમાં અત્યારે કેટલું વેઇટિંગ ચાલે છે એ કોઈ નથી જાણતું. રોજેરોજ છાપાંમાં પાનેપાનાં ભરીને બેસણાંની જાહેરાતો આવે છે અને કોરોના પોઝિટિવ કેસ હોવા છતાં મૃત્યુ સમયે રિપોર્ટ નેગેટિવ હોવાનું કહીને કેસને કો-મોર્બિડમાં ગણાવાય છે એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ અહીં આપણે ફક્ત સરકારી આંકડાની વાત કરીએ તોપણ રાજ્યમાં કોરોનાથી થતાં કુલ મૃત્યુમાંથી અડધોઅડધ મોત એકલાં અમદાવાદમાં જ થાય છે.
સમગ્ર માર્ચ-2020માં ગુજરાતના સરકારી ચોપડે 74 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 6નાં મોત થયાં હતાં. આમ, કેસ ફેટાલિટી રેશિયોની દૃષ્ટિએ જોઈએ તો માર્ચ-2020માં ગુજરાતમાં એ 8.1% હતો, જે અત્યારસુધીનો હાઈએસ્ટ આંક છે. જોકે અત્યારે પણ ગુજરાતની સ્થિતિ કાંઈ સારી તો છે જ નહીં. હાલ ગુજરાતનો ઈઋછ ભલે 1 ટકાની નીચે હોય, પરંતુ રાજ્યમાં કોરોનાનું એપિસેન્ટર બનેલો અમદાવાદ જિલ્લો 2.4નો ઈઋછ ધરાવે છે, જે 2500થી વધુ કોરોના મૃત્યુ ધરાવતા દેશના ટોચના 10 જિલ્લામાં પહેલા સ્થાને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular