શેરબજારમાં પણ કોમોડીટી એકસચેંજની ફોર્મ્યુલા લાગુ કરીને કામકાજનો સમય વધારવાની તૈયારી શરૂ થઈ છે અને તુર્તમાં લાગુ કરવાની હિલચાલ છે.બ્રોકરો પણ આ દિશામાં વોચ રાખવા લાગ્યા છે. કારણ કે આ સંજોગોમાં સ્ટાફ વધારવાથી માંડીને અનેકવિધ ખર્ચ વધી શકે છે. શેરબજાર સાથે સંકળાયેલા સુત્રોએ કહ્યું કે સ્ટોક એકસચેંજનો ટ્રેડીંગ સમય 9.15 થી 3-30 નો છે. તે વધારવાની હિલચાલ છે. એમ મનાય છે કે કેશ માર્કેટનો ટ્રેડીંગ સમય લંબાવીને સાંજે પાંચ વાગ્યાનો કરાશે. જયારે ડેરીવેટીવ્ઝમાં રાત્રે 11.15નો કરાશે. સળંગ એક જ સેશન રાખવામાં આવે છે. કે વચ્ચે અર્ધા કલાક કે કલાકનો બ્રેક આપીને બે સત્રમાં વિભાજન કરવામાં આવે છે તે મહત્વનું બનશે. શેરબ્રોકરોએ કહ્યું કે શેરબજારનાં સમયમાં વધારાથી બ્રોકરોને ખર્ચ વધી જવાનું સ્પષ્ટ છે.મેન પાવર વધારવો પડે અને બે શીફટ કરવી પડે ઉપરાંત વર્તમાન સમયમાં કામકાજ પૂર્ણ થયા બાદ સમાન ઈન્ફ્રાસ્ટ્રકચરમાં કરાતી બીલીંગ-બેક ઓફીસ વગેરે કામગીરી માટે અલગ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવુ પડશે. જાણકારોએ કહ્યું કે દોઢ-બે વર્ષ પૂર્વે પણ આવી હિલચાલ થઈ હતી. બ્રોકરોની દલીલો તથા જુદા જુદા તર્કોને આધારે તે સ્થગીત કરવામાં આવી હતી. હવે છેલ્લા બે વર્ષમાં અનેક નવા નિયમો લાગુ કરાયા છે. એટલે બ્રોકરો કોઈ દલીલ કરી શકે તેમ નથી.
તુર્તમાં ટ્રેડીંગ સમય વધારાનો નિર્ણય જાહેર થઈ શકે છે. શેરબજારો તૈયારીને આખરી સ્વરૂપ આપી રહ્યાની શેરબ્રોકરોમાં છે. કોમોડીટી માર્કેટનાં ધોરણે સળંગ સેશન રહે છે કે બે સેશનમાં વિભાજીત થાય છે.તેના પર નજર છે. બે સેશન રાખવામાં આવે તો પેઈન-પેઆઉટ સહીતનાં નવા નિયમો દાખલ થઈ શકે છે. ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ બંધ થયા બાદ યુરોપ-અમેરિકા જેવા માર્કેટો ખુલતા હોય છે તેની બીજા દિવસે અસર આવતી હોય છે. સિંગાપોર (એસજીએકસ) નીફટી જોકે ચાલુ હોય છે અને તેમાં મુવમેન્ટ આવે છે. દૈનિક મુવમેન્ટનો નિયંત્રીત કરવા આ દિશામાં તૈયારી શરૂ થયાના સંકેત છે.