Saturday, December 27, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆ નાનકડી બાળકીનો વિડીઓ જોઈને તમે પણ કહેશો કે આને કહેવાય પ્રેરણા...

આ નાનકડી બાળકીનો વિડીઓ જોઈને તમે પણ કહેશો કે આને કહેવાય પ્રેરણા…

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના મીરાબાઈ ચાનુએ વેઇટલીફ્ટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારેભારતીય વેટલિફ્ટર સતીશ શિવલિંગમે એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક નાનકડી બાળકી મીરાબાઈને જોઈને વેઇટલિફ્ટિંગનો પ્રયાસ કરી રહી છે. આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકી વેઇટલિફ્ટિંગનો પ્રયાસ કરી રહી છે. અને તેની પાછળ ટીવીમાં ઓલિમ્પિકમાં મીરાબાઈએ સર્જેલ ઐતિહાસિક ક્ષણ ચાલી રહી છે. ભારતીય વેટલિફ્ટર સતીશ શિવલિંગમે આ વિડીયો શેર કરીને લખ્યું છે કે જુનીયર મીરાબાઈ ચાનુ, આને કહેવાય પ્રેરણા.

આ વિડીયો ચાનુએ રી-ટ્વિટ પણ કર્યો છે અને લખ્યું છે કે સો ક્યુટ, જસ્ટ લવ ધીસ. અંતે ઉલ્લેખનીય છે કે  મીરાબાઈ ચાનૂની મણિપુરના એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) તરીકે વરણી કરવામાં આવી છે. અને મણીપુર સરકાર તેને 1કરોડનું ઇનામ પણ આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular