કાલાવડ તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાય જવા પામ્યા હતા. કાલાવડ તાલુકાના પીઠડીયા, સુમરી, અમરાપર, ખારાવેઢા સહિતના ગામોમાં અસહ્ય ગરમી બાદ વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાક તલ, મગ, ડુંગળી અને બાજરીના પાકોને નુકશાન થયું હતું.