Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયટમેટાં બાદ હવે મરચાં તીખાં થયા

ટમેટાં બાદ હવે મરચાં તીખાં થયા

કમોસમી વરસાદે વાતાવરણ તો ખુશનુમા બનાવ્યુ છે પરંતુ લોકોના થાળીનું બજેટ પણ બગાડ્યું છે. હવે લોકોની થાળીમાંથી ટામેટાં દિવસેને દિવસે ગાયબ થઈ રહ્યા હતા કે હવે મરચાંના ભાવમાં પણ આગ લાગી છે. ટામેટાના ભાવ 100ને પાર કર્યા બાદ હવે બજારમાં મરચાનો ભાવ પણ 400 રૂપિયાને પાર જઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લીલા મરચાની કિંમત 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોનું માનીએ તો વરસાદની મોસમમાં ભાવ વધુ વધી શકે છે. ચેન્નાઇના કેટલાક ભાગોમાં લીલા મરચાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો છે. કેટલાક ભાગોમાં તેની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો પણ છે. કોલકાતામાં લીલા મરચાનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. બજારના જાણકારો કહે છે કે આ ભાવ તાજેતરમાં જ વધ્યા છે. વરસાદના કારણે આવક ઓછી હોવાથી ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ગયા અઠવાડિયે, લીલા મરચાંની આવક ઘટીને 80 ટન થઈ ગઈ છે જયારે ચેન્નાઈની દૈનિક જરૂરિયાત 200 ટનની આસપાસ છે. લીલા મરચાની માંગ મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી આવતા માલ દ્વારા સંતોષાય છે. જો કે, લીલા મરચાંનો પુરવઠો ઓછો હોવાથી માંગ વધી જતાં ભાવમાં વધારો થયો છે. આંધ્રપ્રદેશના ખેડૂતો અગાઉના પાકમાં તેમના મરચાંની સારી કિંમત મેળવવામાં નિષ્ફળ ગયા, જેના કારણે તેઓએ અન્ય પાકોનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પરિણામે લીલાં મરચાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular