તાઉતે વાવાઝોડાના લીધે ગીરના જંગલોમાં રહેતા સિંહો ગુમ થયા હોવાની ખોટી અફવાઓ વહેતી થઇ હતી. ત્યારે આજે રોજ એક વિડીઓ સામે આવ્યો છે જેમાં આકોલવાડી ગીર નજીકના જંગલમાં સિંહનું ટોળું નદી પાર કરી રહ્યું છે. સામાન્ય રીતે ગીરના સિંહો પાણીમાં ઉતરતા નથી.ત્યારે આજે રોજ નદી પાર કરી રહેલા સિંહનો વિડીઓ સામે આવ્યો છે. વનવિભાગ દ્રારા સિંહોનું સતત મોનીટરિંગ કરાઈ રહ્યું છે.