જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.11 માં રહેતી યુવતીના છુટાછેડા થઈ ગયા બાદ પૂર્વ પતિ અને તેના પિતાએ યુવતીના ઘરે જઈ તેણીના પિતાને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.11 અને રોડ નંબર 2 મા આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં ઉપેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા નામના નિવૃત્ત પ્રૌઢની પુત્રીના લગ્ન રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા સાથે થયા હતાં અને ત્યારબાદ છૂટાછેડા પણ થઈ ગયા હતાં તેમ છતાં ગુરૂવારે રાત્રિના સમયે રાજદિપસિંહ અને તેના પિતા રાજેન્દ્રસિંહ જેઠવા બંનેએ યુવતીના ઘરે આવી બુમાબુમ કરતા પ્રૌઢ નીચે આવ્યા હતાં. જેથી પિતા-પુત્રએ પ્રૌઢને ગાળો કાઢીને મારી નાખવાની ધમકી આપતા પ્રૌઢ સમજાવવા ગયા હતાં ત્યારે રાજેન્દ્રસિંહે ‘મારો દિકરો તો ત્યાં આવશે જ અને હવે પછી તમે મારા દિકરાને કાંઈ કહ્યું તો તમને જાનથી મારી નાખશું’ તેવી ધમકી આપી હતી. આ અંગેની જાણ કરતા પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.