Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારજોડિયામાં બુટલેગરો બાદ જુગારીઓ પણ વીજચોરી કરતાં પકડાયા

જોડિયામાં બુટલેગરો બાદ જુગારીઓ પણ વીજચોરી કરતાં પકડાયા

- Advertisement -

જોડિયામાંથી અગાઉ બુટલેગરોને ત્યાંથી વીજચોરી ઝડપાયા બાદ પોલીસ અને પીજીવીસીએલની ટુકડીએ હવે જુગારીઓને ત્યાંથી વીજચોરી પકડી પાડી છે. જોડિયામાં વીજ કંપની અને પોલીસની સંયુકત કાર્યવાહી દરમ્યાન ત્રણ જુગારી શખ્સો વીજ ચોરી કરતાં ઝડપાઇ ગયા છે. તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જોડિયા શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોના રહેણાંક મકાનમાં પીજીવીસીએલ અને જોડિયા પોલીસની ટુકડીઓ દ્વારા વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમ્યાન રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કેશુભા સોઢા, બાવલા હારૂન નોતિયાર તેમજ મામદ નુરમામદ ખોળના રહેણાંક મકાનમાં ચેકિંગ દરમ્યાન વીજચોરી કરવામાં આવતી હોવાનુું માલૂમ પડતાં તેમની સામે વીજ કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઉપરોકત ત્રણેય શખ્સો સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ 3 થી 4 જેટલા જુગારના કેસ નોંધાઇ ચૂકયા છે. આ કાર્યવાહી ડીવાયએસપી ડીપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ સબ ઈન્સ્પેકટર આરડી ગોહિલ તથા પીજીવીસએલના નાયબ ઇજનેર ધીરેન મિયાત્રા તેમજ તેમની ટુકડી દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular