Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસે મચાવ્યો કહેર, અહીં 4 દર્દીઓ નોંધાતા...

બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસે મચાવ્યો કહેર, અહીં 4 દર્દીઓ નોંધાતા ફફડાટ

કોરોનાથી સંક્રમિત ન હોય તેવા દર્દીઓમાં જોવા મળી આ બીમારી

- Advertisement -

દેશમાં કોરોનાના કહેર બાદ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે હવે એક નવી બીમારીએ કહેર મચાવ્યો છે. હવે વ્હાઈટ ફંગસના દર્દીઓ મળી આવતા હડકંપ મચ્યો છે. પટણામાં બ્લેક ફંગસ કરતા પણ ઘાતક ગણાતી આ બીમારીના ચાર દર્દીઓ હાલમાં મળી આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટણાના એક ફેમસ સ્પેશિયાલિસ્ટ પણ સામેલ છે. 

- Advertisement -

વ્હાઇટ ફંગસથી પણ કોરોનાની જેમ જ ફેફસા સંક્રમિત થાય છે. સાથે જ શરીરના અન્ય અંગ જેવા કે નખ, સ્કિન, પેટ, કિડની, બ્રેન, પ્રાઇવેટ પાર્ટ્સ અને મોઢાની અંદર પણ સંક્રમણ ફેલાઇ શકે છે. પટનામાં અત્યાર સુધી વ્હાઇટ ફંગસના ચાર દર્દી સામે આવી ચુક્યા છે. PMCH ના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.એસએન સિંહે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ચાર દર્દીઓમાં કોરોના જેવા લક્ષણ જોવા મળી રહ્યાં હતાં પરંતુ તેમને કોરોના ન હતો. ચાર દર્દીઓમાં કોવિડ-19 જેવા લક્ષણો હતા. આ દર્દીઓ કોરોનાથી નહીં પરંતુ વ્હાઈટ ફંગસથી સંક્રમિત હતા. દર્દીઓમાં કોરોનાના ત્રણેય ટેસ્ટ રેપિડ એન્ટીજન, રેપિડ એન્ટીબોડી અને આરટી-પીસીઆર નેગેટિવ આવ્યા હતા. 

જો કે રાહતની વાત એ છે કે એન્ટી ફંગલ દવા આપવાથી ચારેય દર્દીઓ સ્વસ્થ થઇ ગયાં. ડોક્ટર્સ અનુસાર વ્હાઇટ ફંગસથી પણ ફેફસા સંક્રમિત થઇ જાય છે.  ડોક્ટર્સનું કહેવુ છે કે જો HRCTમાં કોરોનાના લક્ષણ જોવા મળે તો વ્હાઇટ ફંગસ છે કે નહીં તે જાણવા માટે લાળમાં જીવાણુઓની વૃદ્ધિની તપાસ જરૂરી છે. તેમણે જણાવ્યું કે વ્હાઇટ ફંગસનું કારણ પણ બ્લેક ફંગસની જેમ જ ઇમ્યુનિટી ઓછી થવી જ છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular