વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે. જે છે વ્યુ વન્સ ફીચર. જેના દ્વારા રીસીવર ફોટો કે વિડીઓ એક વખત જોઈ લેશે પછી ડીલીટ થઇ જશે. અને તે સેવ પણ નહી કરી શકાય. સ્ક્રીનશોટ લઇ શકાશે.
વોટ્સએપમાં આ ફીચર ઇનેબલ કરવા માટે યુઝર્સે વોટ્સએપ અપડેટ કરવાનું રહેશે. બાદમાં જયારે કોઈને ફોટો કે વિડીઓ સેન્ડ કરી રહ્યા હોય ત્યારે એક ઓપ્શન જોવા મળશે. કેપ્શન પર 1 આઈકન પર ક્લિક કરીને સેન્ડ કરવાથી રીસીવર એક વખત ફોટો જોઈ લેશે એટલે તે ડીલીટ થઇ જશે અને બીજી વખત નહી જોઈ શકે. ફોટો કે વિડીઓ જોઈ લીધા બાદ આપોઆપ ગાયબ થઇ જશે.
આ નોટીફીકેશન ઇનેબલ કરવાથી ફોટો કે વિડીઓને સેવ પણ નહી કરી શકાય સાથે ફોરવર્ડ પણ નહી કરી શકાય. જો રીસીવર આ ફોટો ઓપન નહી કરેતો 14 દિવસ બાદ આપોઆપ ડીલીટ થઇ જશે.