ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્ષ 2022માં જ ગુજરાતમાંથી 27837 કિલોગ્રામ કોઈન-અફીણ સહિતનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં ત્રણ વર્ષમાં 3 ગણું વધી ગયું છે. વર્ષ 2020માં ગુજરાતમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ દ્વારા 11725 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું.
વર્ષ 2022માં ગુજરાતમાંથી અફીણ આધારીત સૌથી વધુ 12838 કિગ્રા, ગાંજા આધારીત 14899 કિગ્રા અને 39.1 કિલોગ્રામ કોકેઈન ઝડપાયું હતું. એક વર્ષમાં અફીણ આધારીત સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું હોય તેમાં રાજસ્થાન 1.46 લાખ કિલોગ્રામ સાથે મોખરે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી ગાંજા આધારીત સૌથી વધુ 10.30 લાખ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું છે. ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સમાં મોટાભાગન કેસમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત પર અબજ 55 કરોડ 31 લાખ થાય છે. આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં ડ્રગ્સ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે 2.36 લાખ પુરુષ દ્વારા અફીણ- 1.49 લાખ મહિલા દ્વારા અફીણનું સેવન કરવામાં આવતું હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત 7.91 લાખ પુરુષ દ્વારા ઓપિઓડ્સ અને 6.59 લાખ પુરુષ દ્વારા અન્ય નશીલા પદાર્થનું સેવન કરવામાં આવે છે. પુરુષો અને મહિલાઓમાં ડ્રગ્સના સેવન કરવાનો આ આંક હજુ પણ ઊંચે જાય તેવી ચિંતાજનક સ્થિતિ છે.
ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ3 વર્ષમાં 528ની ધરપકડ થઈ છે. જેમાં વર્ષ 2020માં 117, વર્ષ 2021માં 200 અને વર્ષ 2022માં 211ની ધરપકડ કરાઈ હતી. એનડીપીએસ એક્ટ હેઠળ વર્ષ 2020માં 1, 2021માં 2 અને 2022માં 3 એમ 18થી ઓછી વયના બાળકોની જ્યારે 2020માં 19, 2021માં 28 અને 2022માં 32 મહિલાની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફરી કરવા બદલ વર્ષ 2020માં 343, વર્ષ 2021માં 497 અને વર્ષ 2022માં 528 એમ કુલ 1350ની ધરપકડ થયેલી છે.